डॉ. रजनीकांत शाह
गुजराती साहित्य अकादमी से पुरस्कृत डॉ. शाह...
संपर्क - navkar1947@gmail.com मो. 9924567512
झकास
बेरोजगारो, नया फॉर्म भरो
यह विज्ञप्ति पच्चीस-तीस साल की उम्र के बेरोजगार युवाओं के लिए हैं। युवा पुरुष हो सकते हैं और महिलाएँ भी। उभयलिंगी और निर्लिंगी भी आमंत्रित हैं। शर्त एक ही है वे बेरोजगार हों। बेरोजगार लोगों का क्या है न, वे बहुत गुणी होते हैं। वे हर कहीं धक्के खा सकते हैं, ठसाठस भरी रेलगाडियों की छतों पर बैठ और लटकते रह सकते हैं और भूखे-प्यासे लंबी-लंबी लाइनों में बार-बार लग सकते हैं। कोई टरका दे तो वे पुन: जोश से भर सकते हैं। वही पैंट-शर्ट चार-पाँच दिन पहन सकते हैं और कहीं जगह नहीं मिले तो रेल्वे प्लेटफॉर्म या बस अड्डे की फर्श पर सो सकते हैं। और सबसे बड़ी बात, इतना सब सहन करने के बाद भी वे चूँ तक नहीं करते, किसी के माई-बाप नहीं बखानते, किसी के खानदान का सौ-डेढ़ सौ साल पुराना इतिहास नहीं खोदते। अरे हाँ बेरोजगारों की एक खासियत तो मैं बताना ही भूल गया। वे अपना नाम, पता, आधार कार्ड और मोबाइल नंबर दिन में एक सौ आठ बार लिख चुके हों तो भी वे अपनी माला फेरना बंद नहीं करते। कोई नया फार्म भरने का कहे तो वे दुगने जोश से फिर यही करने लग जाते हैं। बेरोजगारों के इस समर्पण, कर्तव्य निष्ठा और बुरे समय से भिड़ जाने की उनकी अदम्य जिजीविषा के लिए मैं उन्हें सलाम करता हूँ। बस इसीलिए मैं उन्हें इस अभिनव काम के लिए न्यौता दे रहा हूँ।
इस काम का क्या है कि काम समझो, तो काम है। काम नहीं समझो तो झाँसा-पट्टी करके भी अपना समय निकाल सकते हो। काम को काम समझो तो देश बदल सकते हो, और काम नहीं करना हो तो टीवी एंकरों के सामने बोम-बोम करके लफ्फाजी झाड़ सकते हो, ब्रेकिंग न्यूज का हिस्सा बन सकते हो और अखबारों की हेडलाइन्स भर सकते हो। इस योजना में क्या है कि मर्जी हो तो काम करो और मर्जी नहीं हो तो सरकारी गेस्ट हाउस में आराम करो। ऐसे लचीले काम के लिए वेतन कितना मिलेगा, आपको यह जिज्ञासा हो सकती है। बताता हूँ, थोड़ा तो सब्र करो। सब्र का फल मीठा होता है। हमें वेतन के पहले शैक्षणिक योग्यता और अनुभव की बात कर लेनी चाहिए। मैंने बताया था न, कि एक ही शर्त है, बेरोजगार होना। पढ़ा-लिखा हो, न हो, उससे इतने बड़े देश को क्या फर्क पड़ता है! चोर-डाकू, लुच्चा-लफंगा, सज़ायाफ्ता हो न हो, पर बेरोजगार हो। निखालिस बेरोजगार हो। चलिए आपने पुष्टि कर दी कि आप बेरोजगार हैं तो वेतन की बात कर लेते हैं। वेतन क्या है, आपके लिए ‘साइनिंग बोनस’ ही पैंतीस करोड़ रुपये से लगाकर सौ करोड़ रुपये तक का है। बाकी वेतन-भत्ता नियमित है। पाँच साल की 'शार्ट-सर्विस' हो तो पेंशन मिलनी शुरू हो जाती है। एक बार यह काम मिल जाए तो बाद में छोटा-बड़ा काम मिलने की गारंटी है। अभी उस सबकी चिंता मत करो। पाँच साल की सेवा बजा ली तो तुम्हारी सात पीढ़ियों को किसी भी तरह की फिक्र करने की जरूरत नहीं है। मोतीलाल, जवाहर, इंदिरा, राजीव, राहुल, ये हुई पाँच पीढ़ियाँ। पाँचवा व्यक्ति स्टॉप मार दे या ब्रेक लगा दे तो अलग बात है, अन्यथा सात पीढ़ियों तक सनन जा सकते हो।
अब इस काम को कैसे करना है, इसे ध्यान लगाकर और इत्मीनान से पढ़ो। पहले, गहरी साँस लो, अपने फेफड़े पूरे भरो और मन ही मन दोहराओ कि मैं बेरोजगार हूँ। खुद को बार-बार बेरोजगार कह कर आप क्रांति कर सकते हो। कुछ ही महीनों में आम चुनाव होने वाले हैं। आपको निर्दलीय उम्मीदवारी का पर्चा भरना है। अपने बेरोजगार साथियों को लामबंद करो, सबसे दस-दस रुपया चंदा लो और उनके इलाके का उन्हें बूथ इंचार्ज बना दो। आपके जिले में दस हजार बेरोजगार तो मिल ही जाएँगे। सबको ईमानदारी से साथ लो। वे सेव-परमल खा कर और पानी पीकर भी मैदान में डटे रहेंगे और आपके लिए चुनाव प्रचार करेंगे। उन्हें बताओ कि जो आज सीएम-पीएम बने हैं वे एक जमाने में सेव-परमल खा-खाकर, साइकिलों पर जाकर, अपना बूथ जीतते थे। कालांतर में उन्हें खटारा जीपें मिली, तब कहीं सफेद एम्बेसेडर में सोने का उनका सपना पूरा हुआ। मेरा अनुमान है कि जिले के दस हजार बेरोजगारों में से एक हजार भी आपके साथ हो लिए तो एक हजार बूथों पर आपकी जीत पक्की। याद रखो, जिन लोगों ने आपको धक्के खाने, लाइनों में लगने, प्लेटफार्मों और बस अड्डों पर भूखा-प्यासा सोने के लिए मजबूर किया, उनको विनम्रता से अपनी प्रतिभा दिखाने का यही मौका है। पिछले जमाने में कवि चंदबरदाई ने महाराज पृथ्वीराज को सलाह दी थी, मैं इस जमाने का प्रबुद्ध व्यंग्यकार होने के नाते आपको भी सलाह दे रहा हूँ, हे युवान चुनाव का शंख बजने वाला है, कमर कस लो और बता दो अपनी ताकत। हारोगे तो अनुभव मिलेगा और जीतोगे तो देश बदल दोगे।
ઝકાસ
બેરોજગારો(બેકારો),નવું ફોર્મ ભરવા માંડો
વ્યંગ્યકાર: ધર્મપાલ મહેંદ્ર જૈન
અનુવાદક: રજનીકાંત એસ.શાહ
આ વિજ્ઞપ્તિ પચીસ ત્રીસ વર્ષની ઉમરના બેરોજગાર યુવાનો માટે છે. યુવાનોમાં પુરુષ અને મહિલાઓ બંને હોઇ શકે છે. દ્વિલિંગી અને નિર્લિંગીને પણ આમંત્રણ છે. શરત માત્ર એકજ છે કે એ બેરોજગાર હોય. બેરોજગારોનું એવું છે કે તેઓ ખુબજ ગુણિયલ હોય છે. તેઓ ગમે ત્યાં ધક્કા ખાઈ શકે છે. ખીચોખીચ ભરેલી ગાડીઓના છાપરા પર બેસીને અને લટકીને પણ જઇ શકે છે અને ભૂખ્યા તરસ્યા લાંબી લાંબી લાઈનોમાં વારંવાર લાંબા સમય સુધી ઊભા રહી શકે છે. કોઈ એમની ઉપેક્ષા કરે તો પણ તેઓ જોશમાં આવી શકે છે. એજ પેન્ટ-શર્ટ ચાર-પાંચ દિવસ સુધી પહેરી શકે છે અને જો ક્યાંય જગ્યા મળે નહિ તો રેલવે પ્લેટફોર્મ કે બસમથકની ફરસબંધી પર પણ સૂઈ શકે છે. અને સૌથી મોટી વાત,આટલું બધું વેઠીને પણ ચું કે ચાં કરે નહિ. કોઈના માતાપિતાના વખાણ કરે નહિ. કોઈના ખાનદાનના દોઢસો વર્ષ જૂના ઈતિહાસને પણ તેઓ ઉખેળતા નથી.અરે હા, બેરોજગારોની એક ખાસિયત તો હું જણાવવાનું ભૂલી જ ગયો. એ લોકો દિવસમાં એકસોને આઠવાર પોતાનું નામ,સરનામું, આધાર કાર્ડ અને મોબાઇલ નંબર લખી ચૂક્યા હોય તો પણ તેઓ એની માળાજાપ કરવાનું બંધ નથી કરતા. કોઈ જો નવું ફોર્મ ભરવાનું કહે તો એ લોકો બેવડા ઉત્સાહથી ફરી પાછા એવું કરવા લાગી જાય છે. બેરોજગારોનો આ સમર્પણ ભાવ, કર્તવ્યનિષ્ઠા અને ખરાબ સમય સાથે લડી લેવાની એમની ભારે જિજીવિષા માટે હું તેમને સલામ કરું છું. બસ એટલે હું એમને આ નવા કામ માટે આમંત્રણ આપું છું. આ કામનું તો શું છે કે કામ સમજો તો કામ છે અને કામ નહિ સમજો તો છેતરપિંડી કરીને પણ તમે તમારો સમય વિતાવી શકો છો. કામને જો કામ સમજો તો દેશ બદલી શકો છો અને કામ નહિ કરવું હોય તો ટી.વી. એંકરોની સમક્ષ ઘોંઘાટ કરીને શબ્દછળ રચી શકો છો, બ્રેકિંગ ન્યૂજનો એક ભાગ બની શકો છો અને છાપાંઓની હેડલાઇન્સ બની શકો છો. આ યોજનામાં એવું છે કે,મરજી પડે તો કામ કરવાનું અને મરજી ના હોય તો સરકારી ગેસ્ટહાઉસમાં આરામ કરવાનો. આવા સાધારણ કામ માટે પગાર શું મળશે? એની તમને જિજ્ઞાસા થઈ શકે છે. કહું છું ભાઈ,જરા શાંતિ રાખો. ધીરજનાં ફળ મીઠાં હોય છે. આપણે પગાર પહેલા શૈક્ષણિક લાયકાત અને અનુભવની વાત કરી લેવી જોઈએ. મેં કહ્યું હતું ને કે બેરોજગાર હોવાની પહેલી શરત છે. ભણેલા-ગણેલા હોય કે ન હોય એનાથી આટલા મોટા દેશને શું ફરક પડે છે. ચોર-ડાકુ, લુચ્ચા લફંગા, સજા મળેલી હોય કે ન હોય પણ બેરોજગાર હોય. ચોખ્ખેચોખ્ખો બેરોજગાર હોવો જોઈએ. ચાલો તમે સાબિત કરી દીધું કે તમે બેરોજગાર છો એટલે પગારની વાત પણ કરી લઈએ. પગાર શું છે,તમારા માટે `સાઇનિંગ બોનસ જ પાંત્રીસ કરોડ રુપિયાથી લઈને એકસો કરોડ સુધીનું છે. બાકી પગાર અને ભથ્થું નિયમિત મળ્યા કરશે. પાંચ વર્ષની `શોર્ટ સર્વિસ કમિશન’ની નોકરી હોય તો પેન્શન પણ મળવા લાગે છે. એકવાર જો આ કામ મળી જાય તો પછી નાનું-મોટું કામ મળવાની પાક્કી ગેરંટી છે. હમણાં એ બધી ચિંતામાં પડો નહિ. જો એકવાર પાંચ વર્ષ સેવા કરી લીધી તો તમારી સાત પેઢીઓને જરાય ચિંતા નહિ કરવી પડે. મોતીલાલ,જવાહર,ઇન્દિરા,રાજીવ, રાહુલ- આ થઈ પાંચ પેઢીઓ. પાંચમી પેઢીવાળો સ્ટોપ મારી દે કે પછી બ્રેક મારી દે તો વાત જુદી છે, નહિતર સાત પેઢીઓ સુધી અટક્યા વગર દોડી શકો છો.
હવે આ કામ કેવી રીતે કરવું છે,એ ધ્યાનથી અને શાંતિથી વાંચો. પહેલાં તો ઊંડો શ્વાસ લો. ફેફસાંમાં હવા ભરી લો અને મનોમન પુનરાવર્તન કરો કે હું બેરોજગાર છું. પોતાની જાતને વારંવાર બેરોજગાર કહીને તમે ક્રાંતિ કરી શકો છો. હવે થોડાક મહિનાઓમાં સામાન્ય ચૂંટણીઓ આવવાની છે. તમારે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરવાનું છે. તમે તમારા બેરોજગાર મિત્રોને આ ચૂંટણી જંગ માટે તૈયાર કરો. બધા પાસેથી દશ-દશ રૂપિયા ફાળો ઉઘરાવી લો અને એમને એમના વિસ્તારના બૂથ ઇન્ચાર્જ બનાવી દો. એ લોકો ભજિયાં અને ભૂસાં ફાકીને અને પાણી પી ને પણ ચૂંટણીના રણમેદાનમાં કામ કરતા રહેશે અને તમારા માટે ચૂંટણી પ્રચાર કરશે. એમને સમજાવવાનું કે આજે જે સી.એમ. કે પી.એમ. થયા છે. તેઓ પણ એક જમાનામાં ભૂસુ-ભજીયાં કે પછી સેવમમરા વગેરે ખાઈને, સાયકલ પર બેસીને પોતપોતાનાં બૂથ જીતી લેતા હતા. પછી સમય જતાં એમને ભંગાર જીપો મળી ત્યાર પછી સફેદ એમ્બેસડરમાં આરામથી ફરવાનું એમનું સપનું સાકાર થયું. હું માનું છું કે જિલ્લાના દશહજાર બેરોજગારોમાંથી એકહજાર બેરોજગાર પણ તમારી સાથે રહે તો એક હજાર બુથો પર તમારી જીત નક્કી. યાદ રાખજો, જે લોકોએ તમને ધક્કા ખવડાવવા, લાઇનમાં ઊભા રહેવા, પ્લેટફોર્મ અને બસ સ્ટેન્ડ પર ભૂખ્યા તરસ્યા સુવા માટે લાચાર બનાવ્યા,એમને વિનમ્રતાપૂર્વક પોતાની પ્રતિભા બતાવવાનો આ એક સરસ મોકો છે.જૂના જમાનામાં કવિ ચંદબરદાઈએ મહારાજ પૃથ્વીરાજને એક સલાહ આપેલી. અને હું આ જમાનાનો પ્રબુદ્ધ વ્યંગ્યકાર હોવાથી તમને પણ સલાહ આપું છું,હે યુવાન! હવે ચૂંટણીનો શંખ વાગવાનો છે એટલે કમર કસી લો અને દેખાડી દો તમારી તાકાત. જો હાર મળી તો અનુભવ મળશે અને જીતીશું તો દેશને બદલી દઈશું.
યુદ્ધના વિજયનાદમાં
કવિ: ધર્મપાલ મહેન્દ્ર જૈન
અનુવાદક: રજનીકાંત એસ.શાહ
જોતજોતામાં બરબાદ થઈ ગયા
યુક્રેન,ગાજા, સીરિયા, ઈરાન અને લેબનાન.
લોકોની વ્યથાઓ અગ્નિની જેમ બળતી
પહોંચી રહી છે દેશોના મહાદ્વીપો સુધી
ત્રીજા વિશ્વયુદ્ધની પહેલાં જ.
સંહારના ઉલ્લાસમાં મૃત્યુપર્વ ઉજવતા
કેટલાક મહાદેશો માટે
અન્ય સભ્યતાઓ અમાન્ય થઈ ગઈ.
ખરેખર તો, યુદ્ધ પીડિતોનું દુ:ખ સમજવા
કોઈ સગુંવહાલું રહ્યું જ નથી.
જે બચી ગયા તે મરવા વાંકે જ હતા
મહાદેશોના ઢોલી
ઊંચા અવાજે એવા વગાડતા રહ્યા ઢોલ
કે માણસની પીડા
ક્યારેય સહુની પીડા થઈ ન શકી.
રાત્રે નિરવતા કણસતી રહી
દિવસો ક્ષતવિક્ષત, લોહીલુહાણ પડેલા મળ્યા.
દુનિયાના સઘળાં આશ્વાસન ખોટાં ઠર્યાં.
યુદ્ધના વિજયનાદમાં
વણસાંભળી રહી સાંપ્રતની વ્યથા.
વેર-વિખેર થઈ ગયો માણસ.
તડપતી રહી ગઈ માણસાઈ.
અથમાતા સૂરજના સ્મિતમાં
કવિ: ધર્મપાલ મહેન્દ્ર જૈન
અનુવાદક: રજનીકાંત એસ.શાહ
આથમતો સૂર્ય મારી બારીમાં ઘણુખરું
ખમચાઈને થંભી જાય છે થોડીકવાર.
એનો પરિધ ગોળ તો નથી.
એના ઉપર આછી ચમકતી પીળી
ચમક વચમાં ઘેરી થઈ જાય છે
ઝાંખી પડતી લાલિમા.
સૂરજ ક્યાંક ઊંચોનીચો, કપાયેલો
નાહક કરચલીઓનું રહસ્ય ખોલતો
નિસ્તેજ છે,
એની સપાટી ઉપર ભૂરાં ચાઠાં
જોઈ લે છે મારી આંખો.
એવા ઉદાસ રંગનો આશય
એ થાક્યો-પાક્યો હસી પડે છે
ધીમેથી અથમાઇ જાય છે
સવારે ઉષ્મા સંગે
આવવા કાજે.
સર્જન
કવિ: ધર્મપાલ મહેન્દ્ર જૈન
અનુવાદક: રજનીકાંત એસ.શાહ
સ્ફટિક જેવું ઝાકળ,
ઘાસના તણખલા પર
કેટલી વાર ટકશે!
વાયરાની લહેરખીની થપાટ
વેર વિખેર કરી દેશે એને.
છતાંય,વારંવાર વરસે છે ઝાકળ
તન્મયતાથી તણખલાને ચૂમે છે
અને વિખરાઈ જાય છે.
વિખરવામાં છે વિસ્તાર એનો
વિખરાઈ જવામાં છે એનું સુખ,
વિખરાવામાં છે સર્જન.
તે ન હોવા છતાં ય
ઝાડમાં છે સર્વત્ર.
યૂક્રેન
કવિ: ધર્મપાલ મહેંદ્ર જૈન
અનુવાદક: રજનીકાંત એસ.શાહ
મારો મિત્ર
કીવના કોઈ બંકરમાંથી
બહાર નીકળીને ફોન પર કહે છે
ત્યાં સ્મિત અને હાસ્ય મરી પરવાર્યું છે
આંખોમાં ઘૃણા ભભૂકે છે
રક્તરંજિત ગોળીઓ અંધારામાં
ચમક્યા કરે છે,અહિં
મોતથી કોઈ બીતું નથી.
મરનારાનાં દિલ કાળા પડી ગયાં છે.
પણ હજી સપનાં જીવે છે
જે જીવી રહ્યાં છે તેમના દિમાગમાં.
ભૂખે ગુસ્સાનું રૂપ લઈ લીધું છે.
કબર ખોદવા માટે
જમીનને બદલે મહેલનો પાયો યોગ્ય છે.
પ્રેમિકાની જગ્યાએ
યુવકના હાથમાં મશીનગન છે.
ઘૃણાના અર્થો
પ્રેમ કરતાં વધી ગયા છે
ધૃતરાષ્ટ્રી યુદ્ધમાં.